
5 June 2025 Current Affairs
5 June, 2025
પ્રશ્ન 1. કયા રાજ્યમાં રાજ્યવ્યાપી “વિકસીત કૃષિ સંકલ્પ અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે?
જવાબ: ગુજરાત (CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા)
પ્રશ્ન 2. ભારતે કયા શહેરમાં પ્રથમ AI-આધારિત રડાર-ઇમેજિંગ ઉપગ્રહ લોન્ચ કર્યો છે?
જવાબ: હૈદરાબાદ
પ્રશ્ન 3. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 કયા શહેરમાં યોજાશે?
જવાબ: અમદાવાદ
પ્રશ્ન 4. ભારતનો કયો જિલ્લો સૌર ઉર્જાથી પોતાની સમગ્ર વીજળીની માંગ પૂરી કરનારો પ્રથમ જિલ્લો બન્યો છે?
જવાબ: દીવ
પ્રશ્ન 5. કઈ ભારતની પ્રથમ પાલતુ ખોરાક યુનિકોર્ન કંપની બની છે?
જવાબ: Drools (ડ્રૂલ્સ)
પ્રશ્ન 6. ગોવામાં ટ્રાફિક અને માળખાગત સુવિધાને વેગ આપવા માટે ન્યૂ ઝુઆરી બ્રિજ પર કેબલ કાર પ્રોજેક્ટનો શિલાન્યાસ કોણે કર્યો છે?
જવાબ: નીતિન ગડકરી
પ્રશ્ન 7. તાજેતરમાં ૬૦૦ મિલિયન વર્ષ જૂના સ્ટ્રોમેટોલાઇટ્સ ક્યાં મળી આવ્યા હતા?
જવાબ: ચંબાઘાટ, હિમાચલ પ્રદેશ
પ્રશ્ન 8. ‘ઓર્લેન જાનુઝ કુશિન્સ્કી મેમોરિયલ કોમ્પિટિશન’ માં નીરજ ચોપરાએ કયો મેડલ જીત્યો છે?
જવાબ: રજત (ચાંદી)
પ્રશ્ન 9. મહારાષ્ટ્રના પ્રથમ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) કેમ્પસનો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો છે?
જવાબ: નાગપુર
પ્રશ્ન 10. ‘ઇન્ટેલિજન્સ બ્યુરો’ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ: તપન કુમાર ડેકા