
5 June 2025 Current Affairs
5 June, 2025
પ્રશ્ન 1. કયા રાજ્યએ માર્ગ અકસ્માતના પીડિતોને હોસ્પિટલ પહોંચાડવા માટે “રાહવીર યોજના” શરૂ કરી છે?
જવાબ: મધ્યપ્રદેશ
પ્રશ્ન 2. કઈ IIT એ હાઈસ્કૂલની છોકરીઓ માટે ‘મનસ્વી’ માર્ગદર્શન શરૂ કર્યું છે?
જવાબ: IIT દિલ્હી
પ્રશ્ન 3. કયા દેશે Niallia tiangongensis (નિયાલિયા ટિઆંગોન્જેન્સિસ) નામના બેક્ટેરિયાની નવી પ્રજાતિ શોધી કાઢી છે?
જવાબ: ચીન
પ્રશ્ન 4. ભારતનો મુખ્ય નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ “વિંગ્સ ઇન્ડિયા 2026” કયા સ્થળે યોજાશે?
જવાબ: હૈદરાબાદ (તેલંગણા રાજ્ય)
પ્રશ્ન 5. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 16મી સદીની “વાવ” નું નવીનીકરણ ક્યાં કર્યું છે?
જવાબ: મેહરૌલી પુરાતત્વીય ઉદ્યાન (દિલ્હી)
પ્રશ્ન 6. ભારતના રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ખેલો ઇન્ડિયા હેઠળ ‘નોલેજ પોર્ટલ’ કોણે શરૂ કર્યું છે?
જવાબ: ડૉ. મનસુખ માંડવિયા
પ્રશ્ન 7. મહિલાઓના AI અને સાયબર સુરક્ષા કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માટે કોના દ્વારા “યશોદા AI” શરૂ કરવામાં આવ્યું છે?
જવાબ: રાષ્ટ્રીય મહિલા આયોગ
પ્રશ્ન 8. GST ના કેટલા વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ‘સન્ડે ઓન સાયકલ’ GST પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું?
જવાબ: 7 વર્ષ
પ્રશ્ન 9. કોરોનાના નવા વેરિઅન્ટ JN1 ના 14000 કેસ ક્યાં નોંધાયા છે?
જવાબ: સિંગાપુર
પ્રશ્ન 10. ખેડૂતોને મદદ કરવા માટે ‘MahaVISTAAR-AI’ App કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે?
જવાબ: મહારાષ્ટ્ર