
5 June 2025 Current Affairs
5 June, 2025
પ્રશ્ન 1. કયા મંત્રાલયે ‘એક દેશ એક ધડકન’ પહેલનું અનાવરણ કર્યું છે?
જવાબ: સંસ્કૃતિ મંત્રાલય
પ્રશ્ન 2. ભારતનું પ્રથમ “AI-આધારિત નોન-ઇન્વેસિવ બ્લડ ટેસ્ટિંગ ડિવાઇસ” કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે?
જવાબ: હૈદરાબાદ (તેલંગણા રાજ્ય)
પ્રશ્ન 3. પ્લાસ્ટિક પ્રદૂષણ સામે ‘એક રાષ્ટ્ર, એક મિશન: પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ નામનું રાષ્ટ્રવ્યાપી જન આંદોલન અભિયાન કોણે શરૂ કર્યું છે?
જવાબ: ભૂપેન્દ્ર યાદવ
પ્રશ્ન 4. SPICED (Sustainability in Spice Sector through Progressive, Innovative and Collaborative Interventions for Export Development) યોજના કયા મંત્રાલય હેઠળ લાગુ કરવામાં આવે છે?
જવાબ: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
પ્રશ્ન 5. કયા દેશમાં ‘લાસા ફીવર’ (Lassa fever) ફાટી નીકળવાથી લોકો મૃત્યુ પામ્યા છે?
જવાબ: નાઇજીરીયા
પ્રશ્ન 6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કેટલા “અમૃત ભારત રેલ્વે સ્ટેશનો” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
જવાબ: ૧૦૩
પ્રશ્ન 7. ૧૨ વર્ષ પછી પુષ્કર કુંભ ક્યાં શરૂ થયો છે?
જવાબ: ચમોલી (ઉત્તરાખંડ રાજ્ય)
પ્રશ્ન 8. કયા દેશે “ગોલ્ડન ડોમ” નામના મિસાઇલ ડિફેન્સ કવચના નિર્માણની જાહેરાત કરી છે?
જવાબ: અમેરિકા
પ્રશ્ન 9. સંયુક્ત રાષ્ટ્રએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં કેટલા ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે?
જવાબ: ૬.૩%
પ્રશ્ન 10. કયા રાજ્યમાં “યુથાલિયા મલાક્કાના” નામની પતંગિયાની નવી પ્રજાતિ મળી આવી છે?
જવાબ: અરુણાચલ પ્રદેશ