
12 May 2025 Current Affairs
12 May, 2025
પ્રશ્ન 1. પૃથ્વી દિવસ 2025 (22 April) ની થીમ શું છે?
જવાબ: આપણી શક્તિ, આપણો ગ્રહ (Our power, our planet)
પ્રશ્ન 2. ભારતના વાંધો ઉઠાવ્યા બાદ કયા દેશે પાકિસ્તાન સાથે નૌકાદળ કવાયત રદ કરી?
જવાબ: શ્રીલંકા
પ્રશ્ન 3. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) કયા રાજ્યમાં આવેલું છે?
જવાબ: તમિલનાડુ
પ્રશ્ન 4. આધાર ચકાસણીમાં ઉત્તમ કાર્ય માટે તાજેતરમાં કોણે UIDAI તરફથી બે પુરસ્કારો જીત્યા છે?
જવાબ: મેઘાલય
પ્રશ્ન 5. કયા રાજ્ય સરકારે છત પર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સૌર મિશન શરૂ કર્યું છે?
જવાબ: મેઘાલય
પ્રશ્ન 6. તાજેતરમાં નવા વર્ષની શરૂઆત તરીકે મહા વિશુબા સંક્રાંતિ અને પાણ સંક્રાંતિ ક્યાં ઉજવવામાં આવી હતી?
જવાબ: ઓરિસ્સા
પ્રશ્ન 7. કયા દેશે તાજેતરમાં ૧૦ કરોડ ડિગ્રી તાપમાન સુધી પહોંચી શકે તેવો કૃત્રિમ સૂર્ય વિકસાવ્યો છે?
જવાબ: ચીન
પ્રશ્ન 8. કયા રાજ્ય સરકારે તેના શૂન્ય ગરીબી મિશનનું નામ ડૉ. ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની જાહેરાત કરી છે?
જવાબ: ઉત્તર પ્રદેશ
પ્રશ્ન 9. CROP (કોમ્પ્રીહેન્સિવ રિમોટ સેન્સિંગ ઓબ્ઝર્વેશન ઓન ક્રોપ પ્રોગ્રેસ) એ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ માળખું છે?
જવાબ: નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)
પ્રશ્ન 10. તાજેતરમાં કયો દેશ બ્રિક્સ (BRICS) જૂથમાં જોડાયો?
જવાબ: ઇન્ડોનેશિયા